Click here to view/download press note
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારીયાદી તા. ૧૦.૦૩.૨૦૧૬
- ભાજપનો ગતિશીલ ભ્રષ્ટ્રાચાર જાહેર થયો.
- આતશનોર કંટ્રોલ કંપનીએ અધિકાર બહારના એક અબજ ઓગણપચાસ કરોડ આડત્રીસ લાખ પડાવ્યા.
- ખાનગી બંદરો ધમધમે છે પરંતુ સરકારી જેટીઓ માત્ર ૫૦ ટકા જ કામ કરે છે.
- મંત્રીશ્રીઓ સત્ય, નિષ્ઠા અને પ્રમાણિકતાના સોગંદ ખાધા પછી તેનાથી વિરુધ્ધ કામ કરે છે.
- વિધાનસભા ગૃહમાં નિયમ ૪૪ નીચે જાહેરાત તારીખ ૧૭/૦૩/૨૦૧૫ના રોજ કરી હતી કે બટેટા ગુજરાત બહાર લઈ જવા સરકાર ખેડૂતોને સબસીડી આપશે પરંતુ છ મહિના પછી પ્રશ્ન પૂછ્યો તો પોલ ખુલી ગઈ કે આવી કોઈ યોજના જ નથી.
- માહિતી ખાતાના પ્રકાશનો લોકોને માહિતી માટે હોવા જોઈએ તેના બદલે મંત્રીઓના ફોટો આલ્બમ બની ગયા છે.
- જ્યારે મંત્રીઓ ભ્રષ્ટ અધિકારીઓ મારફત અત્યાચાર કરે છે ત્યારે જનતાને તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે અને જનતા કાયદો હાથમાં લે છે. આજે ગુજરાતમાં દારુ માટે જનતા રેડ થાય છે. જય ગંગાજલ પિક્ચર જોઈ જવા સરકારને વિનંતી.








