Click here to view / download press note.
Encl : – Letter to CM
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી તા. ૧૮/૦૮/ર૦૧૧
- વિરોધપક્ષના નેતાના લોકાયુક્તના મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સણસણતા સવાલો.
- જો તમારો વહીવટી ભ્રષ્ટાચાર વિહિન છે ? તો તટસ્થ લોકાયુક્તથી કેમ ફફડો છો?
- મુખ્યમંત્રીશ્રી જાહેર મંચ કે સંયુક્ત પ્રેસનું આયોજન કરે ત્યાં લોકાયુક્તના મુદ્દે ખુલ્લી ચર્ચા કરવા શક્તિસિંહની ચેલેન્જ.
- તમારી સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોના ડેમેજ કંન્ટ્રોલ માટે તમો જ વ્યક્તિ પસંદ કરો? તમો જ કમિશન નીમો? શા માટે તટસ્થ લોકાયુક્ત નહીં.?
- કાયદો અસ્તિત્વમાં હોવા છતાં સાડા સાત વર્ષથી લોકાયુક્ત કેમ નીમવા દેતાં નથી.?
- લોકાયુક્તની નિમણુંકમાં વિરોધપક્ષ નડે છે તેવી ભ્રામક અને ખોટી વાત શા માટે કરો છો ? સ્પષ્ટ કરો કે કાયદાથી અમારી કયાં જરુર છે? લોકાયુક્ત તાત્કાલિક મૂકાય તે માટે અમે તત્પર છીએ.
- કાયદામાં કાયદાની કલમ-૩ થી તમોને કોઇજ અધિકાર નહીં હોવા છતાં ગેરકાયદેસર રીતે લોકાયુક્તની નિમણુંક શા માટે રોકો છો?
- લોકાયુક્તના બદલે સરકારે પસંદ કરેલું કમિશન ભ્રષ્ટાચાર અટકાવી શકતું હોય તો કેન્દ્રમાં ભાજપના તમારા નેતાઓ લોકપાલ માટે કેમ લડે છે?
- જયારે અન્ના હજારેજી સરકાર સામે બોલે ત્યારે તમો રાજકીય ખીચડી પકાવો છો, પરંતુ ગુજરાતમાં નજરે તમારો ભ્રષ્ટાચાર જોઇને તથા લોકાયુક્ત નથી તે જોઇને અન્ના હજારેજી એમ કહે આપે !! ગુજરાતને ગોટાલા કા ગુજરાત બના દિયા !! ત્યારે તમો ચૂપ કેમ ?
- કાયદાના દબાણ નીચે જૂકીને લોકાયુક્ત મૂકવા જ પડે તો તમારી સામેનો ભ્રષ્ટાચાર લોકાયુક્ત ન તપાસી શકે તે માટે શું કમિશન મૂકયું છે?
- કર્ણાટકના લોકાયુક્તે જે ઉદ્યોગપતિને ભ્રષ્ટાચારી કહી બ્લેક લીસ્ટ કરવા કહ્યું છે તેને સૌથી વધારે લાભો તમે કેમ આપ્યા? શું તેઓ આપના છૂપા ભાગીદાર છે?’
- જે અન્ના હજારેજીના નામે ભાજપ રાજકીય ખીચડી પકવે છે તે અન્ના હજારેજીએ જે તટસ્થ વ્યક્તિને ત્યાં રાત્રી રોકાણ કરેલું તેવા જસ્ટીસ આર.એ.મહેતાનું નામ મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ સૂચવ્યું છે છતાં તમને પસંદ કેમ નથી?
——————————————————————————————————————-


