Click here to view/download press note.
અખબારી યાદી તા. ૨૮.૦૬.૨૦૧૪
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રવિત્ર અષાઢી બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. કચ્છની ધરતી અને મેઘરાજા વચ્ચેના સબંધોએ મહામુલ્ય છે. શ્રી ગોહિલે જણાવ્યું હતુ કે ઈશ્વરને પ્રાથના કરીએ કે અષાઢી બીજના પ્રવિત્ર દિવસે કચ્છની ધરતી પર મેઘરાજાના અમીછાંટણા થાય અને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારોમાં વરસાદના આગમનથી ઘાસ અને પાણીની મુશ્કેલીઓ દુર થાય. આગામી વર્ષ ખેડૂતો અને પશુપાલકો તેમજ કચ્છી માડુઓ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર બની રહે. અષાઢી બીજનું મહત્વ કચ્છી કહેવત “અષાઢી બીજ વંડર કા વીજ” પર થીજ સમજી શકાય છે. અષાઢ મહિનામાં મેઘરાજાના આગમનથી કચ્છની ધરતી સ્વર્ગ સમાન બની જતી હોય છે આ વર્ષે પણ ભરપૂર વરસાદ કચ્છની ધરતી પર આવે અને કચ્છની ધરતી હરિયાળી બને તેવી પ્રભુને પ્રાથના.
મીઠો અસાંજો કચ્છ,
મીઠા અસંજા માંડું,
મીઠી અસાન્જી ગાલીયું,
અને મીઠી અસાન્જી પ્રીત,
‘હેપી અષાઢી બીજ’ મડીકે નયે વરેજી વધાયું!!!
————————————————————————————————————————————————————-